જિલ્લા વહિવટી તંત્ર બનાસકાંઠા દ્વારા 5 સપ્ટેમ્બર 2019 ના રોજ
શિક્ષકદિન નિમિત્તે
કાનુભાઇ મહેતા હોલ પાલનપુર ખાતે
જિલ્લાના શ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકોને સન્માનવાના કાર્યક્રમનું
સુંદર આયોજન કરવામાં આવ્યું......
આ કાર્યક્રમ અંતર્ગત
ખોડલા પ્રાથમિક શાળાના
વ્યાયામ શિક્ષક અને સ્કાઉટ માસ્ટર વિનોદભાઇ પરમારની
પાલનપુર તાલુકાના શ્રેષ્ઠશિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી...
સમારંભના અધ્યક્ષ મગનભાઇ માળી ( ચેરમેનશ્રી, વેર હાઉસિંગ કોર્પોરેશન ગાંધીનગર ) ,
પિનાબેન ઘાડિયા ( પ્રમુખશ્રી જિ.પં. બનાસકાંઠા )
લક્ષ્મીબેન કરેણ ( ચેરમેનશ્રી શિક્ષણ સમિતિ ) વગેરે દ્વારા
વિનોદભાઇ પરમારનું શાલ, સન્માનપત્ર તેમજ 5000/- રુપિયાનો ચેક આપી સન્માન કરવામાં આવ્યું.....