Blogger Widgets
Blogger Widgets તમામ મિત્રોને મારા બ્લોગમાં આવકારુ છું......વિનોદ પરમાર

Sunday, September 15, 2019

શ્રેષ્ઠશિક્ષક સન્માન



જિલ્લા વહિવટી તંત્ર બનાસકાંઠા દ્વારા 5 સપ્ટેમ્બર 2019 ના રોજ 
શિક્ષકદિન નિમિત્તે 
કાનુભાઇ મહેતા હોલ પાલનપુર ખાતે 
જિલ્લાના શ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકોને સન્માનવાના કાર્યક્રમનું 
સુંદર આયોજન કરવામાં આવ્યું......   
આ કાર્યક્રમ અંતર્ગત 
ખોડલા પ્રાથમિક શાળાના 
વ્યાયામ શિક્ષક અને સ્કાઉટ માસ્ટર વિનોદભાઇ પરમારની 
પાલનપુર તાલુકાના શ્રેષ્ઠશિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી... 
સમારંભના અધ્યક્ષ મગનભાઇ માળી ( ચેરમેનશ્રી, વેર હાઉસિંગ કોર્પોરેશન ગાંધીનગર ) , 
પિનાબેન ઘાડિયા ( પ્રમુખશ્રી જિ.પં. બનાસકાંઠા ) 
લક્ષ્મીબેન કરેણ ( ચેરમેનશ્રી શિક્ષણ સમિતિ ) વગેરે દ્વારા 
વિનોદભાઇ પરમારનું શાલ, સન્માનપત્ર તેમજ 5000/- રુપિયાનો ચેક આપી સન્માન કરવામાં આવ્યું..... 

5000/- નો ચેક વિનોદભાઇ પરમાર દ્વારા ગરીબ બાળકોને અર્પણ કરવામાં આવ્યો....